વારાણસીમાં અડધી રાતે બુલડોઝર એક્શન!
વારાણસીમાં અડધી રાતે બુલડોઝર એક્શન!
Published on: 03rd June, 2026

વારાણસીમાં કાશી રેલવે સ્ટેશનના વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત અડધી રાતે વહીવટીતંત્ર અને રેલવેની સંયુક્ત કાર્યવાહીમાં અનેક ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. આદમપુર વિસ્તારમાં રેલવેની જમીન પર બનેલું હનુમાન મંદિર, અજગૈબ શહીદ મસ્જિદ અને કબ્રસ્તાન સંબંધિત બાંધકામો પર બુલડોઝર ચલાવાયું. આ કાર્યવાહી લગભગ એક કલાક ચાલી અને વિસ્તારને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાયો હતો. મીડિયાને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો હેતુ કાશી રેલવે સ્ટેશનને આધુનિક મલ્ટી-મોડલ ટર્મિનલ તરીકે વિકસાવવાનો છે.