ભારત-EU ટ્રેડ ડીલ: વસુંધરાના વહાલાં દવલાં વેપારી સોદાનું પર્યાવરણીય પાસું, ક્લાઇમેટ ફાઇનાન્સિંગ અને કાર્બનમુક્તનું લક્ષ્ય.
ભારત-EU ટ્રેડ ડીલ: વસુંધરાના વહાલાં દવલાં વેપારી સોદાનું પર્યાવરણીય પાસું, ક્લાઇમેટ ફાઇનાન્સિંગ અને કાર્બનમુક્તનું લક્ષ્ય.
Published on: 05th February, 2026

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલ ટ્રેડ ડીલ વેપાર વધારવા ઉપરાંત આર્થિક અને પર્યાવરણીય સુરક્ષાનો પાયો છે. આ કરાર ક્લાઇમેટ ચેન્જ, વન્યજીવ સંરક્ષણ, ક્લાઇમેટ ફાયનાન્સિંગ અને કાર્બનમુક્તના લક્ષ્યને સાંકળે છે. જેમાં યુરોપિયન યુનિયન ભારતને નાણાકીય અને તકનીકી સહાય આપશે. આ કરારથી ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં રોકાણ આવશે, કાર્બન બોર્ડર ટેક્સ (CBAM)માં રાહત મળશે અને વન્યજીવ ગેરકાયદેસર વેપલો રોકવામાં મદદ મળશે. આ ડીલ વૈશ્વિક સ્તરે ભારતને મજબૂત કરશે.