સુપ્રીમ કોર્ટનો આદેશ: અનિલ અંબાણી પૂર્વ મંજૂરી વગર દેશ છોડી શકશે નહીં, ED-CBIને તપાસમાં વિલંબ બદલ ફટકાર.
સુપ્રીમ કોર્ટનો આદેશ: અનિલ અંબાણી પૂર્વ મંજૂરી વગર દેશ છોડી શકશે નહીં, ED-CBIને તપાસમાં વિલંબ બદલ ફટકાર.
Published on: 05th February, 2026

સુપ્રીમ કોર્ટે ₹40 હજાર કરોડના બેંક ફ્રોડ કેસમાં CBI અને EDની તપાસમાં ઢીલાશ બદલ નારાજગી વ્યક્ત કરી. કોર્ટે એજન્સીઓને ચાર અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. અનિલ અંબાણીને કોર્ટની મંજૂરી વિના દેશ છોડવા પર પ્રતિબંધ મુકાયો છે. EDના જણાવ્યા મુજબ, આશરે ₹40 હજાર કરોડની ઉચાપત થઈ છે અને ગુનાથી કમાયેલી આવક આશરે ₹20 હજાર કરોડ છે. અનિલ અંબાણીએ લોન ચૂકવવામાં નિષ્ફળતા પર ફોજદારી કેસ ન બનાવવા જણાવ્યું.