ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું!
બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની બિલ્ડીંગ સાથે ટકરાયું હતું જેમાં 3 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, વિમાન હવામાં ધીમે-ધીમે નીચે આવી રહ્યું હતું અને ઊંચી બિલ્ડીંગથી બચવા માટે ડાબી તરફ વળ્યું હતું, પરંતુ અંતે તે એક બિલ્ડિંગના સીડીવાળા ભાગ (સ્ટેયરવેલ) સાથે ટકરાઈને પાર્કિંગમાં ખાબક્યું હતું.
ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું!
હજુ તો અમે શરૂઆત પણ નથી કરી: હોર્મુઝની ખાડીમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનની અમેરિકાને ફરી ચેતવણી.
મિડલ ઈસ્ટમાં સ્થિતિ હવે ફરીથી કાબૂ બહાર જઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ' સામે વળતો પ્રહાર કરતા ગાલિબાફે કહ્યું કે, "અમેરિકા અને તેના સાથી દેશોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને અને નાકાબંધી લાદીને શિપિંગ અને એનર્જી ટ્રાન્ઝિટની સુરક્ષાને જોખમમાં મૂકી છે. અમે સારી રીતે જાણીએ છીએ કે વર્તમાન સ્થિતિ અમેરિકા માટે અસહ્ય છે; યાદ રાખજો, અમે તો હજુ શરૂઆત પણ નથી કરી."
હજુ તો અમે શરૂઆત પણ નથી કરી: હોર્મુઝની ખાડીમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનની અમેરિકાને ફરી ચેતવણી.
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
છેલ્લા બે મહિનાથી વધુ સમયથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે અને ખાસ કરીને ભારતના LPG પુરવઠા પર તેની માઠી અસર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનો 80-90% LPG હોર્મુઝના માર્ગે આયાત કરે છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, 'ઓપરેશન ફ્રીડમ' હેઠળ અમેરિકન નેવી ત્યાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરશે. અમેરિકાનું કહેવું છે કે ભારત જેવા મોટા દેશોમાં કરોડો પરિવારો રાંધણ ગેસ પર નિર્ભર છે, તેથી આ રસ્તો ખોલવો માત્ર આર્થિક જ નહીં પણ માનવતાના ધોરણે પણ અત્યંત મહત્ત્વનું છે
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત-UAE પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા બાદ વડાપ્રધાને નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે મક્કમતાથી ઊભું છે. આ સાથે જ તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે વાતચીત પર ભાર મૂક્યો હતો.
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
અમેરિકાના સમય મુજબ બપોરે 3:30 વાગ્યે વ્હાઇટ હાઉસની બહારના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સીક્રેટ સર્વિસના જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને જોયો હતો. જ્યારે અધિકારીઓએ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વ્યક્તિ ભાગવા લાગ્યો અને અચાનક બંદૂક કાઢીને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષાકર્મીઓએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં તે વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગોળીબાર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક સગીર રાહદારી (બાળક) પણ ઇજાગ્રસ્ત થયો હતો.
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, ૨૧ના મોત
ચીનના હુનાન પ્રાંતમાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં સોમવારે સાંજે એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૬૧થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, ૨૧ના મોત
મિડલ ઈસ્ટ સંઘર્ષ: હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો.
પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે. UAEએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે.
મિડલ ઈસ્ટ સંઘર્ષ: હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો.
ફરી શરૂ થશે યુદ્ધ?
અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી સીમા પર અત્યારે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન જહાજો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો વળતો જવાબ અત્યંત ઘાતક આપવામાં આવશે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, જો આવી હરકત થશે તો ઈરાની દળોને 'પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવામાં આવશે'.
ફરી શરૂ થશે યુદ્ધ?
હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનનો ટ્રમ્પને પડકાર, દક્ષિણ કોરિયન ટેન્કર પર બ્લાસ્ટ.
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ, ટ્રમ્પે સુરક્ષાનું વચન આપ્યું, ઈરાન આક્રમક બન્યું. દક્ષિણ કોરિયાના વેપારી જહાજ 'નામુ'માં રહસ્યમય વિસ્ફોટ, UAEના ફુજૈરાહ બંદર પર પણ આગ. ઈરાન પર ડ્રોન હુમલાનો આરોપ. ટ્રમ્પ હોર્મુઝ ખુલ્લું રાખવા મક્કમ, અમેરિકી જહાજો પેટ્રોલિંગમાં. ઈરાનનો પરવાનગી વગર પ્રવેશ નહીં, તેલના ભાવમાં ઉછાળો.
હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનનો ટ્રમ્પને પડકાર, દક્ષિણ કોરિયન ટેન્કર પર બ્લાસ્ટ.
રૂપિયામાં સ્થિરતા માટે RBIના પગલાં.
ઈરાને કહ્યું- અમે યુદ્ધ જહાજ પર છોડી મિસાઈલ; અમેરિકાએ દાવો ફગાવ્યો.
ઈરાની સરકારી સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, ઈરાને દક્ષિણ દરિયાકાંઠે જાસ્ક ટાપુ પાસે અમેરિકન યુદ્ધ જહાજ પર બે મિસાઈલો ઝિંકી છે. જોકે અમેરિકન સેન્ટ્ર કમાન્ડે ઈરાનના દાવાને ફગાવી દીધા છે. ફાર્સના રિપોર્ટ મુજબ, અમેરિકન યુદ્ધ જહાજે ઈરાની સેના IRGCની ચેતવણી અવગણના કરી હતી, તે પછી ઈરાને મિસાઈલ ઝિંકી હોવાનો દાવો કરાયો છે. બીજીતરફ અમેરિકન સેનાએ ઈરાની મીડિયાના દાવાને ખોટા ગણાવ્યા છે. અમેરિકન સેન્ટ્ર કમાન્ડે કહ્યું કે, ‘અમેરિકન નેવીના એક પણ જહાજ પર હુમલો થયો નથી. યુએસ સેના ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધી ચાલુ રાખી છે.’
ઈરાને કહ્યું- અમે યુદ્ધ જહાજ પર છોડી મિસાઈલ; અમેરિકાએ દાવો ફગાવ્યો.
ભારતના ‘ડીપ સ્પેસ’ સપનાંને રશિયાનો સપોર્ટ
ISRO અને મોસ્કોમાં રશિયાની અંતરિક્ષ એજન્સી Roscosmos વચ્ચે હાલમાં ટેક્નોલોજી વિશેની ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાનો મુખ્ય ટોપિક સેમી-ક્રાયોજેનિક એન્જિનોની સપ્લાય છે, જે ભારતના ભવિષ્યના હેવી-લિફ્ટ લોન્ચ વાહનો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એન્જિનો માટેનો ડ્રાફ્ટ કોન્ટ્રેક્ટ હાલમાં ISROની વાર્ષિક અહેવાલ 2025-26 મુજબ મંજૂરી માટે પ્રક્રિયામાં છે. સેમી-ક્રાયોજેનિક એન્જિન ભારતના આગામી હેવી-લિફ્ટ લોન્ચ વાહનો માટે એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી છે. તે શુદ્ધ કેરોસિન અને લિક્વિડ ઓક્સિજનના મિશ્રણ પર ચાલે છે. હાલની સિસ્ટમ કરતાં તે વધુ કાર્યક્ષમતા અને થ્રસ્ટ ઉત્પન્ન કરે છે.
ભારતના ‘ડીપ સ્પેસ’ સપનાંને રશિયાનો સપોર્ટ
આ છે દુનિયાની સૌથી ખતરનાક એરલાઇન!
પ્લેન ઉડતા પહેલા એન્જિનથી લઈને પેસેન્જરની સુરક્ષા સુધીના અનેક ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ આફ્રિકાના કાંગો દેશની સ્થિતિ કંઈક અલગ જ છે. અહીંની 'એર કાંગો' એરલાઇન તેના અત્યંત નબળા સુરક્ષા રેકોર્ડ અને વારંવાર થતા જીવલેણ અકસ્માતોને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત બની છે. નિષ્ણાતો આ એરલાઇનને વિશ્વની સૌથી જોખમી એરલાઇન્સમાંની એક માને છે. અહેવાલો અનુસાર, આ એરલાઇનમાં મુસાફરી કરવી એ કોઈ રિક્ષા કે લોકલ બસમાં મુસાફરી કરવા જેવો અનુભવ આપે છે. અહીં સુરક્ષાના માપદંડોને લઈને ઘણી વખત સવાલો ઉઠી ચૂક્યા છે.
આ છે દુનિયાની સૌથી ખતરનાક એરલાઇન!
ભારતીય સામાન પર ટેક્સ લગાવીને ફસાયા બાલેન શાહ?
નેપાળમાં ભારતથી આવતા સામાન પર લાદવામાં આવેલા નવા કસ્ટમ ટેક્સ અને કડક નિયમોને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. નેપાળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંની સરકારના નવા આદેશ બાદ વેપારીઓએ વિરોધ નોંધાવતા છેલ્લા ચાર દિવસથી સામાનની આયાત અટકાવી દીધી છે. આ અચોક્કસતાને કારણે ભારત-નેપાળ બોર્ડર પર હજારો કન્ટેનરો ફસાઈ ગયા છે અને ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. જો વેપારીઓ અને સરકાર વચ્ચેનો આ અવરોધ જલ્દી ઉકેલાશે નહીં, તો નેપાળના બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ શકે છે અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો મોટો ફટકો પડવાની શક્યતા છે.
ભારતીય સામાન પર ટેક્સ લગાવીને ફસાયા બાલેન શાહ?
ચીનની કંપનીઓ અમેરિકાની AI લેબમાંથી ડેટા ચોરી રહી છે : એન્થ્રોપિક
દુનિયામાં આગામી સમય હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે ત્યારે ચીનની એઆઈ કંપની ડીપસીકે ટેક્નોલોજીના ક્ષેત્રમાં અમેરિકાને પડકાર ફેંક્યો છે. AI ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવા મુદ્દે અમેરિકા અને ચીન આમને-સામને છે. આવા સમયે અમેરિકાની AI જાયન્ટ એન્થ્રોપિકે ટ્રમ્પ સરકારને ફરિયાદ કરી છે કે ચીનની કંપનીઓ અમેરિકાની એઆઈ લેબમાંથી ડેટા ચોરવાનો પ્રયત્ન કરી રહી છે. ચીનના આ પ્રયત્નોને ખુલ્લા પાડવા માટે અમેરિકન વિદેશ વિભાગે વૈશ્વિક અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
ચીનની કંપનીઓ અમેરિકાની AI લેબમાંથી ડેટા ચોરી રહી છે : એન્થ્રોપિક
ઈરાને શાંતિ પ્રસ્તાવ મોકલ્યો, ટ્રમ્પની ચેતવણી.
ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને ૧૪-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે, જેનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને કાયમી શાંતિમાં ફેરવવાનો છે. પ્રસ્તાવમાં અમેરિકી દળોની વાપસી, જપ્ત થયેલી સંપત્તિ મુક્ત કરવી અને પ્રતિબંધો હટાવવાની માંગણી છે. જોકે, ઈરાનની પરમાણુ ક્ષમતા અને હોર્મુઝ પરના વિરોધાભાસને કારણે અનિશ્ચિતતા યથાવત છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ગેરવર્તણૂક થશે તો હુમલા ફરી શરૂ થશે.
ઈરાને શાંતિ પ્રસ્તાવ મોકલ્યો, ટ્રમ્પની ચેતવણી.
વેદ વ્યાસની UK 'યુથ પાર્લામેન્ટ'માં પસંદગી, હાઉસ ઓફ કોમન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
વડોદરાના વેદ વ્યાસ યુકેની પ્રતિષ્ઠિત 'યુથ પાર્લામેન્ટ'ના સભ્ય બન્યા છે. માત્ર 2.5 મિનિટની પ્રભાવશાળી સ્પીચથી તેમણે આ સ્થાન મેળવ્યું છે. તેઓ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય યુવાનોનું પ્રતિનિધિત્વ કરશે. PM મોદીની કાર્યશૈલી અને આધ્યાત્મિકતાથી પ્રેરિત વેદ, રાજકારણને સેવાનું માધ્યમ બનાવી સમાજસેવા કરવા માંગે છે.
વેદ વ્યાસની UK 'યુથ પાર્લામેન્ટ'માં પસંદગી, હાઉસ ઓફ કોમન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ટ્રમ્પે Hormuz માં ફસાયેલા જહાજો માટે રેસ્ક્યુ પ્લાન બનાવ્યો.
મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે, President Trump એ Hormuz Strait માં ફસાયેલા જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા ‘Project Freedom’ યોજના બનાવી છે. સોમવારથી શરૂ થનારા આ ઓપરેશનમાં US Navy દ્વારા સુરક્ષિત કોરિડોર પૂરો પાડવામાં આવશે. આ પગલાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી માર્ગ પર સ્થિરતા આવશે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે crucial છે.
ટ્રમ્પે Hormuz માં ફસાયેલા જહાજો માટે રેસ્ક્યુ પ્લાન બનાવ્યો.
જગત જમાદાર અમેરિકા જે ના કરી શક્યું તે ભારતે કર્યું!
ગુજરાતની બે દીકરીઓએ અડગ નિશ્ચય અને આઠ વર્ષની મહેનત બાદ ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરાવી. આ નીતિ હેઠળ, બાળકોને સરકારી હોસ્પિટલોમાં ગ્લુકોમીટર, ટેસ્ટ અને ઇન્સ્યુલિન મફતમાં મળશે. આ સિદ્ધિ એ વાતનું પ્રતિક છે કે ભારતે તે કરી બતાવ્યું જે અમેરિકા પણ કરી શક્યું નથી.
જગત જમાદાર અમેરિકા જે ના કરી શક્યું તે ભારતે કર્યું!
Trump પાસે લશ્કરી કાર્યવાહી કે સમજૂતી સિવાય વિકલ્પ નથી.
ઈરાને ટ્રમ્પને 30 દિવસના યુદ્ધવિરામનો 14 મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો. ઈરાનના દાવા મુજબ, Trump પાસે લશ્કરી કાર્યવાહી અથવા સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી. Trump ના મતે, ઈરાને 47 વર્ષ સુધી કરેલા કૃત્યોની હજુ સુધી યોગ્ય કિંમત ચૂકવી નથી, તેથી પ્રસ્તાવ સ્વીકૃત નહીં હોય તેવા સંકેત આપ્યા.
Trump પાસે લશ્કરી કાર્યવાહી કે સમજૂતી સિવાય વિકલ્પ નથી.
લીપુલેખ માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા: નેપાળ PMનો વિરોધ.
ચીન સાથે જૂન ૨૦૨૦માં ગલવાન સંઘર્ષના પાંચ વર્ષ પછી ગયા વર્ષે શરૂ થયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી જૂન ૨૦૨૬થી શરૂ થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ધાર્મિક યાત્રા માટે નોંધણી શરૂ કરી દીધી છે. ચીને પણ આ યાત્રાને મંજૂરી આપી છે ત્યારે હવે નેપાળે ઉત્તરાખંડના લીપુલેખ માર્ગેથી આ યાત્રાના સંચાલન સામે વિરોધ નોંધાવ્યો છે. નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહે આ મુદ્દે ભારત અને ચીનને પત્ર લખ્યો છે.
લીપુલેખ માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા: નેપાળ PMનો વિરોધ.
કેનેડામાં વિદેશી દખલ, જાસૂસીમાં ભારતની સંડોવણી : સુરક્ષા એજન્સી
વડાપ્રધાન માર્ક કાર્ની સરકારમાં કેનેડા અને ભારતના સંબંધો સુધરશે તેવી આશા ઠગારી નીવડી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની જેમ હવે કેનેડાની સુરક્ષા ઈન્ટેલિજન્સ સર્વિસ એજન્સીએ ભારત પર કેનેડામાં વિદેશી દખલ અને જાસૂસીના આક્ષેપો કર્યા છે. એટલું જ નહીં એજન્સીએ કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરવાદી તત્વોને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવ્યા છે, પરંતુ ખાલિસ્તાન તરફી શાંતિપૂર્ણ દેખાવોને કાયદેસરની રાજકીય પ્રવૃત્તિ ગણાવી છે. CSISના આ પબ્લિક રિપોર્ટ ૨૦૨૫થી બંને દેશો વચ્ચે ઘર્ષણ થવાની આશંકા છે.
કેનેડામાં વિદેશી દખલ, જાસૂસીમાં ભારતની સંડોવણી : સુરક્ષા એજન્સી
કેનેડાએ ભારતનું નામ જાસૂસોની યાદીમાં નાખ્યું.
કેનેડાની ગુપ્તચર એજન્સી 'કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ' એ તેના વર્ષ 2025 ના જાહેર અહેવાલમાં ભારતને જાસૂસી અને વિદેશી દખલગીરી કરનારા દેશોની યાદીમાં મૂકીને ફરી એકવાર વિવાદ છેડ્યો છે. જોકે, આ રિપોર્ટમાં કેનેડાની પોતાની સુરક્ષા એજન્સીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને ખાલિસ્તાની આતંકવાદ પ્રત્યેની કુણી લાગણી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે માર્ચ 2026 માં જ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના કમિશનર માઈક ડુહેમે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, ભારત સરકારના એજન્ટો કેનેડામાં કોઈ ગુપ્ત કે હિંસક પ્રવૃત્તિમાં સામેલ હોય તેવા કોઈ પણ પુરાવા તપાસમાં મળ્યા નથી.
કેનેડાએ ભારતનું નામ જાસૂસોની યાદીમાં નાખ્યું.
અમેરિકાની આંતરરાષ્ટ્રીય ફજેતી: માલદીવ બાદ હવે નેપાળે પણ ટ્રમ્પના ખાસ દૂતને ન આપ્યો ભાવ.
ક્ષિણ એશિયામાં પોતાની પકડ મજબૂત કરવા નીકળેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સર્જિયો ગોરને સતત બીજો મોટો કૂટનીતિક ઝટકો લાગ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ બાદ હવે નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન બાલેન શાહે પણ સર્જિયો ગોરને મળવાનો સાફ ઇનકાર કરી દીધો છે. સર્જિયો ગોર છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ત્રણ દિવસીય કાઠમંડુના પ્રવાસે આવ્યા હતા. અમેરિકન દૂતાવાસ દ્વારા PM બાલેન શાહ સાથે બેઠક માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ વડાપ્રધાન કાર્યાલયે (PMO) આ વિનંતીને ઠુકરાવી દીધી હતી.
અમેરિકાની આંતરરાષ્ટ્રીય ફજેતી: માલદીવ બાદ હવે નેપાળે પણ ટ્રમ્પના ખાસ દૂતને ન આપ્યો ભાવ.
ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા ૧૪-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો.
મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ૧૪-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. પાકિસ્તાનની મધ્યસ્થીથી આ પ્રસ્તાવમાં કામચલાઉ યુદ્ધવિરામને બદલે કાયમી શાંતિ ઈચ્છે છે. ઈરાનની મુખ્ય શરતોમાં સુરક્ષા ગેરંટી, અમેરિકી દળોની પીછેહઠ, હોર્મુઝ સ્ટ્રેટમાં નવી વ્યવસ્થા અને તમામ મોરચે દુશ્મનાવટનો અંત શામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવની સમીક્ષા કરવાની વાત કરી છે, પણ ઊંડી શંકા વ્યક્ત કરી છે.
ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા ૧૪-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો.
મિડલ ઈસ્ટ યુદ્ધ: કુવૈતે 30 વર્ષમાં પહેલીવાર તેલ નિકાસ રોકી.
Middle East Crisis: મિડલ ઈસ્ટમાં યુદ્ધના તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજાર પ્રભાવિત થયું છે. ઓઈલ ઉત્પાદક દેશ કુવૈતે એપ્રિલ 2026માં એક પણ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી નથી, જે છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમ વખત છે. આ માહિતી 'ટેન્કર ટ્રેકર્સ' દ્વારા જાહેર કરાઈ છે.
મિડલ ઈસ્ટ યુદ્ધ: કુવૈતે 30 વર્ષમાં પહેલીવાર તેલ નિકાસ રોકી.
ટ્રમ્પ ઈરાનના પ્રસ્તાવ પર ફરી વિચારણા કરવા તૈયાર, પણ ધમકી યથાવત.
US ક્રૂડ 100 ડોલરની અંદર.
મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચા બોલાઇ રહ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ભાવ વધતાં ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ ત્રણ ટકા તૂટયાના સમાચાર મળ્યા હતા. અમેરિકાએ યુરોપીયન ઓટોમોબાઇલ પર ટેરીફ વધારવાની ધમકી આપતાં વૈશ્વિક સ્તરે વોર પછી હવે ફરી ટ્રેડ વોર શરૂ થવાની આશંકા જાણકારો બતાવી રહ્યા હતા.