આ છે દુનિયાની સૌથી ખતરનાક એરલાઇન!
આ છે દુનિયાની સૌથી ખતરનાક એરલાઇન!
Published on: 04th May, 2026

પ્લેન ઉડતા પહેલા એન્જિનથી લઈને પેસેન્જરની સુરક્ષા સુધીના અનેક ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ આફ્રિકાના કાંગો દેશની સ્થિતિ કંઈક અલગ જ છે. અહીંની 'એર કાંગો' એરલાઇન તેના અત્યંત નબળા સુરક્ષા રેકોર્ડ અને વારંવાર થતા જીવલેણ અકસ્માતોને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત બની છે. નિષ્ણાતો આ એરલાઇનને વિશ્વની સૌથી જોખમી એરલાઇન્સમાંની એક માને છે. અહેવાલો અનુસાર, આ એરલાઇનમાં મુસાફરી કરવી એ કોઈ રિક્ષા કે લોકલ બસમાં મુસાફરી કરવા જેવો અનુભવ આપે છે. અહીં સુરક્ષાના માપદંડોને લઈને ઘણી વખત સવાલો ઉઠી ચૂક્યા છે.