ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, ૨૧ના મોત
ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, ૨૧ના મોત
Published on: 05th May, 2026

ચીનના હુનાન પ્રાંતમાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં સોમવારે સાંજે એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૬૧થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.