ન્યૂયોર્કમાં શીખ ટેક્સી ડ્રાઈવર સાથે ગેરવર્તન!
ન્યૂયોર્કમાં શીખ ટેક્સી ડ્રાઈવર સાથે અશ્વેત યુવકોએ ઝઘડો કર્યો. યુવકે વૃદ્ધ ડ્રાઈવરને ધક્કો માર્યો, જે 15 ફૂટ દૂર પડ્યા. યુવકનો આરોપ હતો કે ડ્રાઈવરે તેની બે મહિલા મિત્રોને ટક્કર મારી હતી, જેનો ડ્રાઈવરે ઇનકાર કર્યો.
ન્યૂયોર્કમાં શીખ ટેક્સી ડ્રાઈવર સાથે ગેરવર્તન!
હજુ તો અમે શરૂઆત પણ નથી કરી: હોર્મુઝની ખાડીમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનની અમેરિકાને ફરી ચેતવણી.
મિડલ ઈસ્ટમાં સ્થિતિ હવે ફરીથી કાબૂ બહાર જઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ' સામે વળતો પ્રહાર કરતા ગાલિબાફે કહ્યું કે, "અમેરિકા અને તેના સાથી દેશોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને અને નાકાબંધી લાદીને શિપિંગ અને એનર્જી ટ્રાન્ઝિટની સુરક્ષાને જોખમમાં મૂકી છે. અમે સારી રીતે જાણીએ છીએ કે વર્તમાન સ્થિતિ અમેરિકા માટે અસહ્ય છે; યાદ રાખજો, અમે તો હજુ શરૂઆત પણ નથી કરી."
હજુ તો અમે શરૂઆત પણ નથી કરી: હોર્મુઝની ખાડીમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનની અમેરિકાને ફરી ચેતવણી.
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
છેલ્લા બે મહિનાથી વધુ સમયથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે અને ખાસ કરીને ભારતના LPG પુરવઠા પર તેની માઠી અસર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનો 80-90% LPG હોર્મુઝના માર્ગે આયાત કરે છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, 'ઓપરેશન ફ્રીડમ' હેઠળ અમેરિકન નેવી ત્યાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરશે. અમેરિકાનું કહેવું છે કે ભારત જેવા મોટા દેશોમાં કરોડો પરિવારો રાંધણ ગેસ પર નિર્ભર છે, તેથી આ રસ્તો ખોલવો માત્ર આર્થિક જ નહીં પણ માનવતાના ધોરણે પણ અત્યંત મહત્ત્વનું છે
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત-UAE પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા બાદ વડાપ્રધાને નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે મક્કમતાથી ઊભું છે. આ સાથે જ તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે વાતચીત પર ભાર મૂક્યો હતો.
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
અમેરિકાના સમય મુજબ બપોરે 3:30 વાગ્યે વ્હાઇટ હાઉસની બહારના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સીક્રેટ સર્વિસના જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને જોયો હતો. જ્યારે અધિકારીઓએ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વ્યક્તિ ભાગવા લાગ્યો અને અચાનક બંદૂક કાઢીને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષાકર્મીઓએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં તે વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગોળીબાર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક સગીર રાહદારી (બાળક) પણ ઇજાગ્રસ્ત થયો હતો.
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું!
બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની બિલ્ડીંગ સાથે ટકરાયું હતું જેમાં 3 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, વિમાન હવામાં ધીમે-ધીમે નીચે આવી રહ્યું હતું અને ઊંચી બિલ્ડીંગથી બચવા માટે ડાબી તરફ વળ્યું હતું, પરંતુ અંતે તે એક બિલ્ડિંગના સીડીવાળા ભાગ (સ્ટેયરવેલ) સાથે ટકરાઈને પાર્કિંગમાં ખાબક્યું હતું.
ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું!
ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
વડનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી, લાશો ઘરમાં દાટી દીધી. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પોલીસ તપાસમાં જમીન ખોદકામ કરતા બે માનવ કંકાલ મળ્યા. મૃતક યુવતીના દાદાએ ઘરકામ બાબતે ઝઘડા બાદ હત્યાની ફરિયાદ નોંધાવી.
ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
સુરતના વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી.
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરવા બદલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે ચૂંટણીમાં ઉમેદવારી માટે વપરાયેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવટી હતું. જો આરોપો સાબિત થશે, તો તેમનું કોર્પોરેટર પદ જોખમમાં મુકાઈ શકે છે. પોલીસ તપાસ શરૂ કરી છે.
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
પ્રેમસંબંધમાં જાહેરમાં મારકૂટ, અપહરણ અને હત્યા, માતા પણ કચડાઈ.
પોરબંદરમાં નિષ્ઠુર માતાનું પાપ, બાળકને દાટી દીધું, ત્રણ સામે ગુનો.
પોરબંદરમાં પરીણિતાના અનૈતિક સંબંધ બાદ જન્મેલા બાળકને દાટી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ માસથી રિસામણે બેઠેલી મહિલાએ પ્રેમી સાથે સંબંધ રાખ્યા બાદ બાળકીને જન્મ આપ્યો હતો. પોતાના પાપને છુપાવવા માટે તેણે બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હતું. પતિની ફરિયાદ પરથી પોલીસે માતા, તેની માતા અને પ્રેમી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં નિષ્ઠુર માતાનું પાપ, બાળકને દાટી દીધું, ત્રણ સામે ગુનો.
સુરતમાં 41 વર્ષીય યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર.
વેલંજાના 41 વર્ષીય સુપરવાઈઝર સાથે મુંબઈની યુવતી અને પરિવારે લગ્નનું નાટક રચી લાખોની ઠગાઈ કરી. લગ્ન મંડપમાં જ 2 લાખ પડાવ્યા બાદ, 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈને લૂંટેરી દુલ્હન ફરાર. હવે યુવક પાસે દર મહિને 50 હજારની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રહી છે. ઉત્રાણ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં 41 વર્ષીય યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર.
અમરેલીમાં માતાની હત્યા, પુત્રનું અપહરણ, LCB દ્વારા બચાવ.
ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, ૨૧ના મોત
ચીનના હુનાન પ્રાંતમાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં સોમવારે સાંજે એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૬૧થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, ૨૧ના મોત
મિડલ ઈસ્ટ સંઘર્ષ: હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો.
પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે. UAEએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે.
મિડલ ઈસ્ટ સંઘર્ષ: હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો.
અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક કંપનીએ અકાશા એર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું એક પાર્સલ અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલવા છતાં ત્યાં પહોંચ્યું નહોતું. આ ઘટનામાં છેતરપિંડીનો આરોપ છે અને પોલીસે અકાશા એર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
ફરી શરૂ થશે યુદ્ધ?
અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી સીમા પર અત્યારે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન જહાજો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો વળતો જવાબ અત્યંત ઘાતક આપવામાં આવશે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, જો આવી હરકત થશે તો ઈરાની દળોને 'પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવામાં આવશે'.
ફરી શરૂ થશે યુદ્ધ?
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારતા સુરતના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. 14 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પરિવાર વાસ્તુ પૂજન માટે વતન જઈ રહ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. તામિલનાડુનો ગણેશ થનગાવેલ નામનો ઠગ બોગસ આધારકાર્ડ અને નકલી પેઢી બનાવી વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. તેણે 10 કરોડ રૂપિયાની સાડીઓ મેળવી અને ચૂકવણી કર્યા વગર ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનનો ટ્રમ્પને પડકાર, દક્ષિણ કોરિયન ટેન્કર પર બ્લાસ્ટ.
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ, ટ્રમ્પે સુરક્ષાનું વચન આપ્યું, ઈરાન આક્રમક બન્યું. દક્ષિણ કોરિયાના વેપારી જહાજ 'નામુ'માં રહસ્યમય વિસ્ફોટ, UAEના ફુજૈરાહ બંદર પર પણ આગ. ઈરાન પર ડ્રોન હુમલાનો આરોપ. ટ્રમ્પ હોર્મુઝ ખુલ્લું રાખવા મક્કમ, અમેરિકી જહાજો પેટ્રોલિંગમાં. ઈરાનનો પરવાનગી વગર પ્રવેશ નહીં, તેલના ભાવમાં ઉછાળો.
હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનનો ટ્રમ્પને પડકાર, દક્ષિણ કોરિયન ટેન્કર પર બ્લાસ્ટ.
અમદાવાદ સબ રજીસ્ટ્રાર લાંચકાંડ: ACBએ 2.50 લાખ સાથે 4 ઝડપ્યા.
અમદાવાદના નરોડા સબ રજીસ્ટ્રાર-6 કચેરીમાં ACBએ લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે. જમીન દસ્તાવેજના કામ માટે રૂ. 2.50 લાખની લાંચ માંગતા સબ રજીસ્ટ્રાર આકાશ દેસાઈ અને સ્ટાફ સાથે ખાનગી વ્યક્તિઓને ACBએ ટ્રેપ ગોઠવી ઝડપી લીધા. આરોપીઓ WhatsApp Call દ્વારા સેટિંગ કરતા હતા. ACBએ રૂ. 2.50 લાખ રિકવર કરી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સબ રજીસ્ટ્રાર લાંચકાંડ: ACBએ 2.50 લાખ સાથે 4 ઝડપ્યા.
SBI બેંક લૂંટના 2 આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા.
સુરત SBI બેંકની 50 લાખની લૂંટના આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડાથી ઝડપાયા. ક્રાઈમ બ્રાંચે બે આરોપી શુભમ કુમાર અજિત ઠાકુર અને વિકાસસિંઘ અરુણકુમારસિંઘને પકડી પાડ્યા. બંનેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ સુરત લાવી રહી છે. આ લૂંટ 27 એપ્રિલે ધોળે દિવસે SBI બેંક, વરાછામાં થઈ હતી.
SBI બેંક લૂંટના 2 આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા.
પાલિતાણા ACB: મહિલા મોરચા પ્રમુખના ભ્રષ્ટાચાર તપાસ શરુ.
પાલિતાણા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ લોન મંજૂરી માટે ૩૦ હજાર માંગ્યાનો વિડિઓ વાયરલ થયો. ભાવનગર ACBએ ભ્રષ્ટાચારના આ મામલે તપાસ શરૂ કરી છે. ભાજપે આ મહિલા કર્મચારીને પાલિતાણા મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા બાદ ACBની કાર્યવાહીથી ચકચાર મચી છે. ACB PI રીઝવીએ જણાવ્યું કે, નગરપાલિકામાં મહિલાનું નિવેદન લેવાયું.
પાલિતાણા ACB: મહિલા મોરચા પ્રમુખના ભ્રષ્ટાચાર તપાસ શરુ.
લોધિકાના ચાંદલી ગામે ખનિજચોરી: ચાર ડમ્પર, બે હિટાચી જપ્ત
રાજકોટના લોધિકા તાલુકાના ચાંદલી ગામે સરકારી ખરાબામાં ગેરકાયદે ખનન થતું ઝડપાયું. મામલતદાર સ્ટાફ સ્થળ પર પહોંચી ચાર ડમ્પર અને બે હિટાચી જપ્ત કર્યા. ચૂંટણી પહેલા અને ઉનાળામાં ખનિજચોરી વધી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીને રિપોર્ટ કરાયો, આગળની કાર્યવાહી તેમની કક્ષાએથી થશે. ખેડૂતોને કાપ મળતો નથી, ખનિજ માફિયાઓ માલ કોન્ટ્રાક્ટરો કે ફેક્ટરીઓને આપી દે છે.
લોધિકાના ચાંદલી ગામે ખનિજચોરી: ચાર ડમ્પર, બે હિટાચી જપ્ત
સગીર અને કાકાના દીકરાએ વેપારીના મોબાઇલ લૂંટ્યા.
ખેરોજ પંથકના કોટડાગઢીમાં નદીના પુલ પાસે ધોળા દિવસે પાલનપુરના મોબાઈલના વેપારી પાસેથી કુલ 50,466ના 12 મોબાઈલની લૂંટ થઈ હતી. એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કોટડા સુબરી ગામના જયંતી અને તેના સગીર ભાઈને ઝડપી લીધા. બંનેએ ગુનાની કબૂલાત કરી, 11 મોબાઈલ રિકવર કરાયા. આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ.
સગીર અને કાકાના દીકરાએ વેપારીના મોબાઇલ લૂંટ્યા.
અંકલેશ્વરમાં પેટ્રોલ પુરાવી પૈસા ચૂકવ્યા વગર કાર ભગાવી.
એટા નજીકથી અપહરણ કરનાર 3 આરોપીઓ સુઈગામ પોલીસની પકડમાં.
સુઈગામ પોલીસે સોશિયલ મીડિયા પર પડકાર ફેંકનારા ત્રણ અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા. ટેકનિકલ સર્વલન્સ અને બાતમીદારોની મદદથી યુવકને સહીસલામત છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અપહરણકર્તાઓએ યુવકનું ગાડીમાં અપહરણ કર્યું હતું અને પોલીસને સતત પડકાર ફેંકી રહ્યા હતા.
એટા નજીકથી અપહરણ કરનાર 3 આરોપીઓ સુઈગામ પોલીસની પકડમાં.
મેસાણામાં સુસાઇડ નોટથી ખુલ્લું પત્ની-પુત્રીની હત્યાનું રહસ્ય.
મહેસાણાના શાહપુર ગામે ગિરીશ પરમારે આત્મહત્યા કરી. તેના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી, જેમાં તેણે પત્ની અને પુત્રીની હત્યા કરી લાશ ઘર પાસે દાટી દીધાનો ઉલ્લેખ હતો. પોલીસ તપાસમાં 2-3 ફૂટ નીચે ખોદકામ કરતાં બંનેના કંકાલ મળ્યા. આ કંકાલ ગિરીશની પત્ની પ્રિયંકા અને પુત્રી પરીના હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેને forensic test માટે મોકલી અપાયા છે.
મેસાણામાં સુસાઇડ નોટથી ખુલ્લું પત્ની-પુત્રીની હત્યાનું રહસ્ય.
ભાવનગરમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા.
ભાવનગર - નિલમબાગ પોલીસે નવા ગુરુદ્વારા સામે જવાહર મેદાનમાં દરોડો પાડી જુગાર રમતા રાહુલ ભરતભાઈ ચુડાસમા ભગવાન રાજુભાઈ કસોટીયા ,અજય સવજીભાઈ મકવાણા ,રફીક મહેભુબભાઇ તૂર, મહેશ શામજીભાઈ સોલંકી ,રાજુ અશોકભાઈ પરમાર ,જયાબેન વિજયભાઈ સોલંકી રાજુ ખોડીદાસ ડાભીને પટમાં પડેલા રોકડા રૂ. ૨૦,૪૯૦ સાથે ઝડપી લઇ તેના વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.