નેપાળ પૂર હોનારતમાં ડેમ તૂટવાના ચીનના દાવા પર સણસણતો જવાબ
નેપાળ પૂર હોનારતમાં ડેમ તૂટવાના ચીનના દાવા પર સણસણતો જવાબ
Published on: 27th August, 2026

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ચીને ડેમ તૂટવાના દાવાને સ્પષ્ટપણે ફગાવ્યો છે. ચીની દૂતાવાસે આ દાવાને ફેક ન્યૂઝ ગણાવ્યો છે. નેપાળે આરોપ લગાવ્યો હતો કે ચીને સમયસર ચેતવણી આપી નહોતી, જેના કારણે જાનમાલનું નુકસાન થયું. ચીને સ્પષ્ટ કર્યું કે આરોપ-પ્રત્યારોપથી નહીં, પરંતુ પરસ્પર સહયોગથી જ લોકોના જીવ બચાવી શકાશે. ભૂકંપ જેવા આંચકાના કારણે ગ્લેશિયર તૂટતાં આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 175 લોકોના મોત અને 1500 થી વધુ લોકો ગુમ થયા છે.