17,000 ફૂટ ઉપરથી 2,000 ફૂટ પહોળા બરફના ટુકડા પડ્યા!
17,000 ફૂટ ઉપરથી 2,000 ફૂટ પહોળા બરફના ટુકડા પડ્યા!
Published on: 27th August, 2026

નેપાળના હિમાલય ક્ષેત્રમાં 17,000 ફૂટની ઊંચાઈએથી અંદાજે 2,000 ફૂટ પહોળો ગ્લેશિયરનો હિસ્સો તૂટીને નીચે પડતાં ભયાનક પૂર અને હિમસ્ખલન સર્જાયું. આ હોનારતમાં અનેક લોકોના મોત નીપજ્યા છે અને સેંકડો ગુમ છે, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો આ દુર્ઘટના માટે ભૂકંપના આંચકા અથવા ગ્લોબલ વોર્મિંગને કારણે નબળા પડેલા ગ્લેશિયર્સને જવાબદાર ગણાવી રહ્યા છે. આ પૂરમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ, પુલ, રસ્તા અને વસાહતો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. રેસ્ક્યુ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.