નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરનું 'સાચું કારણ' સામે આવ્યું
નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરનું 'સાચું કારણ' સામે આવ્યું
Published on: 27th August, 2026

નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરમાં અનેક લોકોના મોત થયા છે અને 1000 થી વધુ લોકો ગુમ છે. વરસાદ કે ભૂકંપ વિના આવેલી આ હોનારતનું કારણ રાજધાની કાઠમંડુથી 40 માઇલ ઉત્તરમાં ગ્લેશિયર પરથી બરફનો વિશાળ ટુકડો તૂટી પડવો છે. આ ઘટનાને 'આઇસ એવલાંચ' કહેવામાં આવે છે. 17,000 ફીટની ઊંચાઈએથી 2,000 ફીટ પહોળો બરફનો ટુકડો 4,000 ફીટ નીચે ખાબક્યો, જે પાણી અને કાંપના મિશ્રણમાં ફેરવાઈ ગયો. તાપમાનમાં વધારો અને આબોહવા પરિવર્તન (Climate Change) આ ગ્લેશિયર તૂટવાનું મુખ્ય કારણ હોઈ શકે છે.