ગોધરાના વેજલપુરમાં વરસાદ વચ્ચે ભક્તિમય શ્રીજી વિસર્જન યાત્રા
ગોધરાના વેજલપુરમાં વરસાદ વચ્ચે ભક્તિમય શ્રીજી વિસર્જન યાત્રા
Published on: 22nd September, 2026

વેજલપુરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું 14 સપ્ટેમ્બરના રોજ પૂજા અર્ચના બાદ, સોમવારે ભક્તિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા યોજાઈ. રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં 15 થી વધુ પ્રતિમાઓ સાથે વિવિધ મંડળો જોડાયા હતા. વરસતા વરસાદમાં અબીલ, ગુલાલ ઉડાડતા અને "ગણપતિ બાપા મોરિયા, પુરચા વર્ષી લૌકર્યા"ના નારા લગાવતા ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો. પોલીસ અને હોમગાર્ડ્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેના પગલે શાંતિપૂર્ણ વિસર્જન સંપન્ન થયું.