પોરબંદર શહેરમાં ગણેશ વિસર્જન
પોરબંદર શહેરમાં ગણેશ વિસર્જન
Published on: 22nd September, 2026

પોરબંદર શહેરમાં ગણેશ મહોત્સવનું સમાપન રવિવારે અંતિમ તબક્કાના ગણેશ વિસર્જન સાથે થયું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોલ-નગારા, ડીજેના સંગીત અને "ગણપતિ બાપ્પા મોરિયા"ના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભાવિકો, યુવાનો, મહિલાઓ અને બાળકો ગણેશજીની પ્રતિમાઓને લઈને વિસર્જન યાત્રામાં જોડાયા હતા. ભક્તિમય વાતાવરણમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી, ભાવિકોએ "અબ કે બરસ તું જલ્દી આ"ના નાદ સાથે બાપ્પાને અશ્રુભીની આંખે વિદાય આપી. અંતિમ દર્શન બાદ, ધાર્મિક વિધિ સાથે વિસર્જન સ્થળે પ્રતિમાઓનું વિસર્જન કરાયું, આમ ગણેશ મહોત્સવનું રંગેચંગે સમાપન થયું.