કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ભુજ દ્વારા નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા
કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ભુજ દ્વારા નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા
Published on: 22nd September, 2026

સ્પર્ધાત્મક કસોટીના વિજેતાઓને સન્માનિત કરવા એ સંસ્કારીતા અને સામાજિક ઉત્થાનનું સન્માન છે. કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ભુજ દ્વારા આયોજિત કાવ્ય પઠન અને નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓને પોંખવામાં આવ્યા. સમિતિના અધ્યક્ષ શંકરભાઈ સચદેએ જણાવ્યું કે રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર મૂંગું છે. કાવ્ય પઠન, શિક્ષકો અને મહિલાઓ માટેની નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા. વિજેતાઓને તેમની સિદ્ધિ બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું.