મંદિરો અને બાઈક ચોર ગેંગ ઝબ્બે
મંદિરો અને બાઈક ચોર ગેંગ ઝબ્બે
Published on: 22nd September, 2026

સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓમાં મંદિરો અને બાઈક ચોરી કરતી રાજસ્થાનની કુખ્યાત નયાગાંવ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને સાબરકાંઠા LCB ટીમે ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન, ત્રણ જિલ્લાઓમાં 6 મંદિરોમાં ચોરી અને 5 બાઈક ચોરીની કબૂલાત કરી છે. પોલીસે 49 હજાર રૂપિયાનો મુદ્દામાલ, જેમાં પિત્તળના 4 ઘંટ, રિકવર કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગાંભોઈ-ગામડી ઓવરબ્રિજ પાસેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.