મોરબીમાં જમીન દફતર અને સિટી સર્વે કર્મીઓની ગ્રેડ પે સુધારણા માટે અચોક્કસ મુદતની હડતાળ શરૂ
મોરબીમાં જમીન દફતર અને સિટી સર્વે કર્મીઓની ગ્રેડ પે સુધારણા માટે અચોક્કસ મુદતની હડતાળ શરૂ
Published on: 22nd September, 2026

મોરબીમાં જમીન દફતર અને સિટી સર્વે કચેરીના કર્મચારીઓએ ગ્રેડ પે સુધારણાની માંગણીઓ સંદર્ભે આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. તંત્ર દ્વારા 30 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવા છતાં માંગણીઓ પર નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. સર્વેયર સંવર્ગનું ગ્રેડ પે 2400 થી 2800 અને સિનિયર-ટેક્નિકલ સર્વેયર સંવર્ગનું ગ્રેડ પે 2800 થી 4200 કરવાની મુખ્ય માંગણી છે. આ હડતાળને કારણે જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને જમીન સંપાદન જેવી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.