ગ્રેડ પે મુદ્દે લેન્ડ રેકોર્ડ કર્મચારીઓનો આક્રોશ, 25મીથી માસ સીએલ અને 27મીથી હડતાળ
ગ્રેડ પે મુદ્દે લેન્ડ રેકોર્ડ કર્મચારીઓનો આક્રોશ, 25મીથી માસ સીએલ અને 27મીથી હડતાળ
Published on: 22nd September, 2026

ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ સુરેન્દ્રનગર યુનિટ દ્વારા ગ્રેડ પે અને પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય મહામંડળના આદેશ મુજબ, સુરેન્દ્રનગર મંડળે 25 સપ્ટેમ્બરથી માસ સીએલ અને 27 સપ્ટેમ્બરથી અનિશ્ચિતકાળની હડતાળને સમર્થન આપ્યું છે. આ કારણે જમીન માપણી, નોંધણી અને મહેસૂલી કામગીરીઓ ઠપ્પ થઈ ગઈ છે. 30 દિવસના આવેદનપત્ર બાદ પણ કોઈ ઠરાવ કે વાટાઘાટો ન થતાં આ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્ય માંગણીઓમાં સર્વેયરનો ગ્રેડ પે રૂ. 2400 થી રૂ. 2800 અને સીનિયર સર્વેયરનો રૂ. 2800 થી રૂ. 4200 કરવાનો સમાવેશ થાય છે.