બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત
બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત
Published on: 26th July, 2026

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. દાંતીવાડામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડ્યો, જ્યારે પાલનપુરમાં 17 mm વરસાદ રહ્યો. ડીસા, હડાદ, ઓગડ સહિત અનેક તાલુકાઓમાં 2 થી 3 ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. આગામી 24 કલાક માટે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 27.59% વધુ વરસાદ નોંધાયો છે. મુકતેશ્વર, દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આવક ઓછી છે, પરંતુ બનાસ અને સીપુ નદીમાં રાજસ્થાન તરફથી પાણી વધી રહ્યું છે. પાલનપુરમાં પાણી ભરાતા નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.