સામાન્ય વરસાદમાં ભુજની ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી પડી
સામાન્ય વરસાદમાં ભુજની ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી પડી
Published on: 26th July, 2026

ભુજ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ સાથે જ પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા ફરી સામે આવી છે. ભુજ-માધાપર બાયપાસ રોડ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મુન્દ્રા રોડ, અને જયુબિલી સર્કલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવું પડ્યું હતું અને અકસ્માતનો ભય પણ સર્જાયો હતો. ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે, જે શહેરી આયોજન સામે પ્રશ્નો ઊભા કરે છે.