નડિયાદમાં અઢી લાખ નાગરિકો વરસાદી પાણીમાં બેહાલ
નડિયાદમાં અઢી લાખ નાગરિકો વરસાદી પાણીમાં બેહાલ
Published on: 26th July, 2026

નડિયાદ શહેરમાં સતત ત્રણ દિવસના ભારે વરસાદને કારણે અઢી લાખથી વધુ નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. મનપા દ્વારા કરોડો રૂપિયા ફાળવવા છતાં પ્રિ-મોન્સૂન કામગીરી નબળી હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.