બહુચરાજીમાં 55 મિમી વરસાદ
બહુચરાજીમાં 55 મિમી વરસાદ
Published on: 14th September, 2026

બહુચરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 55 મિ.મી. (2 ઇંચથી વધુ) વરસાદ નોંધાતા સુકાઈ રહેલા ખરીફ્ પાકોને જીવતદાન મળ્યું છે. વરસાદ ખેંચાવાથી ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટ્યું હતું અને કપાસ, બાજરી, અળદ, મગ જેવા પાકો સુકાઈ રહ્યા હતા. આ વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે. જમીનમાં ભેજ વધતાં પાકની વૃદ્ધિ વેગવંત બનશે તેવી આશા છે. ગરમી અને ઉકળાટમાંથી લોકોને પણ રાહત મળી છે.