હિમ્મતનગર: ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક.
હિમ્મતનગર: ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક.
Published on: 09th May, 2026

સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ. 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત, વરસાદના આંકડાની સચોટ માહિતી, ગટર અને નદી-નાળાની સફાઈ, જોખમી વૃક્ષોનું કટીંગ, વીજળીના થાંભલા તાત્કાલિક હટાવવા, રસ્તાના ખાડા રિપેરિંગ, અંડરબ્રિજમાં બેરિકેટિંગ, તરવૈયાઓની યાદી, અને બચાવ સાધનોના વેરિફિકેશન જેવા સુરક્ષાત્મક પગલાં લેવા સૂચના અપાઈ.