આવતીકાલે સોમનાથમાં PM મોદીનો રોડ શો અને જાહેર સભા.
આવતીકાલે સોમનાથમાં PM મોદીનો રોડ શો અને જાહેર સભા.
Published on: 10th May, 2026

વડાપ્રધાન મોદી આવતીકાલે યાત્રાધામ સોમનાથમાં ભવ્ય રોડ શો યોજી જનમેદનીને સંબોધશે. કાર્યક્રમ માટે ત્રણ ડોમ તૈયાર છે, જ્યાં 60 હજારથી વધુ લોકો ઉમટી પડશે. PM યજ્ઞની પૂર્ણાહુતિ કરી, ધાર્મિક વિધિ બાદ જનસભાને સંબોધશે. અમૃત મહોત્સવ નિમિત્તે સોમનાથ રંગબેરંગી રોશનીથી સજ્જ છે. 11મી મેના રોજ PM મહાપૂજા કરશે અને 11 તીર્થોના પવિત્ર જળથી શિખર પર અભિષેક થશે. Deputy CM હર્ષભાઈ સંઘવીએ તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે.