ભાવનગરમાં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું
ભાવનગરમાં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું
Published on: 03rd June, 2026

ભાવનગરમાં મધરાત્રિના સમયે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. ઘોઘામાં પરોઢિયાના સમયે ધોધમાર પા ઈંચ પાણી વરસી જતાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી હોય તેમ મધરાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.