અમદાવાદનો અનુપમ બ્રિજ 5 દિવસ બંધ.
અમદાવાદનો અનુપમ બ્રિજ 5 દિવસ બંધ.
Published on: 03rd June, 2026

અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના ભાગરૂપે, અનુપમ બ્રિજ 5 દિવસ માટે રાત્રિ દરમિયાન બંધ રાખવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ભારેખમ સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની ટેકનિકલ કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, 3, 5, 10, 13 અને 14 જૂનના રોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. ટ્રાફિક જામ ટાળવા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.