ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્
ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્
Published on: 12th July, 2026

અરવલ્લી અને સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી વરસાદ થવાની શક્યતા નથી. રાજ્ય હવામાન વિભાગે 12 જુલાઈથી 18 જુલાઈ સુધી આકાશ સૂકું રહેવાની આગાહી કરી છે. મેઘરાજાના વિરામ બાદ ખેડૂતો ખરીફ પાકોની માવજત કરી રહ્યા છે, પરંતુ વરસાદની ઘટ અને જળાશયોમાં પાણીની અછતને કારણે ચિંતામાં છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નદીઓ અને તળાવોમાં પાણીનું સ્તર ઘણું નીચું છે, જે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે.