અમદાવાદમાં મહિના પછી વરસાદ, શહેરીજનોમાં હાશકારો
અમદાવાદમાં મહિના પછી વરસાદ, શહેરીજનોમાં હાશકારો
Published on: 13th September, 2026

એક મહિનાથી વધુ સમયના વિરામ બાદ અમદાવાદ શહેરમાં શનિવારે સાંજે વરસાદ વરસતાં નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે. હવામાન વિભાગે 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજે થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઓઢવ, નિકોલ, મેમ્કો, નરોડા, પાલડી, વાસણા, નવરંગપુરા, વસ્ત્રાપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. લાંબા સમય બાદ થયેલા આ વરસાદને કારણે ગણેશોત્સવ પહેલા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.