પોરબંદરમાં 94.6% મગફળી-ઘાસચારાનું વાવેતર
પોરબંદરમાં 94.6% મગફળી-ઘાસચારાનું વાવેતર
Published on: 13th September, 2026

પોરબંદર જિલ્લામાં 94.6% એટલે કે 1,06,663 હેક્ટરમાં મગફળી અને ઘાસચારાનું વાવેતર થયું છે. પરંતુ વરસાદની અછતને કારણે મગફળીમાં ડોડવા બેસવાના અને દાણા ભરવાના સમયે ભેજનો અભાવ છે. ઘાસચારો પણ સુકાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખર્ચાળ બની રહી છે, કારણ કે પાક નિષ્ફળ જતાં બીજ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ માથે પડે છે. પશુપાલકોને બહારથી ઘાસચારો ખરીદવો પડી રહ્યો છે, જેનાથી પશુ નિભાવ ખર્ચ વધી રહ્યો છે. જળ સ્ત્રોતો પણ સુકાઈ રહ્યા છે, જેના કારણે પાક, પાણી અને પશુધન ત્રણેય મોરચે સંકટ ઊભું થયું છે.