કચ્છની દિવ્યાંગ સરલા સોલંકીએ નેશનલ ચેમ્પિયનશિપમાં 3 બ્રોન્ઝ મેડલ જીતીને સુવઈ ગામ અને ગુજરાતનું નામ રોશન કર્યું.
કચ્છની દિવ્યાંગ સરલા સોલંકીએ નેશનલ ચેમ્પિયનશિપમાં 3 બ્રોન્ઝ મેડલ જીતીને સુવઈ ગામ અને ગુજરાતનું નામ રોશન કર્યું.
Published on: 03rd March, 2026

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી સરલા સોલંકીએ 3 બ્રોન્ઝ મેડલ જીત્યા. રાપર તાલુકાના સુવઈ ગામના સરલાએ વુમનસ કલાસ 8માં આ સિદ્ધિ મેળવી. મહિલા સિંગલ્સ, મિક્ષ ડબલ અને વુમન ડબલમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યા. ગુજરાત સરકાર તરફથી તેમને 2 લાખ રૂપિયાનું ઇનામ મળશે. તેઓ ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટમાં સિનિયર ટેકનીશિયન છે.