ગણિતને લોકપ્રિય બનાવનાર સવાયા ગુજરાતી: પ્રોફેસર એ. આર. રાવ, જેમણે ગણિત શિક્ષણ અને પ્રયોગોથી લોકપ્રિયતા મેળવી.
ગણિતને લોકપ્રિય બનાવનાર સવાયા ગુજરાતી: પ્રોફેસર એ. આર. રાવ, જેમણે ગણિત શિક્ષણ અને પ્રયોગોથી લોકપ્રિયતા મેળવી.
Published on: 10th September, 2025

પ્રોફેસર એ. આર. રાવનો જન્મ તમિલનાડુમાં થયો, શિક્ષણ મદ્રાસ અને મુંબઈમાં લીધું. તેઓ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પ્રોફેસર બન્યા, ત્યારબાદ અમદાવાદ અને ભાવનગરમાં સેવાઓ આપી. નિવૃત્તિ પછી વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જોડાયા, જ્યાં તેમણે ગણિત પ્રયોગશાળા સ્થાપી. તેમણે ગણિતને લોકભોગ્ય બનાવવા પુસ્તકો લખ્યાં, જેમાં ‘બ્રેઇન શાર્પનર’ અને 'A MANUAL OF MATHEMATICAL MODELLING AND TEACHING AIDS' નો સમાવેશ થાય છે. જ્યોમેટ્રી ક્લબ દ્વારા તેમણે ગણિતને જીવંત રાખ્યું.