નવા iPhone 17માં સ્ક્રેચ પડવા બાબતે Appleનું આશ્ચર્યજનક નિવેદન.
નવા iPhone 17માં સ્ક્રેચ પડવા બાબતે Appleનું આશ્ચર્યજનક નિવેદન.
Published on: 25th September, 2025

Apple દ્વારા iPhone 17 સીરીઝ લોન્ચ થતાં જ ‘સ્ક્રેચગેટ’ કોન્ટ્રોવર્સી શરૂ થઈ. એડવર્ટાઇઝ મુજબ Ceramic Shield 2 સ્ક્રેચ નહીં પડવા દે. ઘણાં યુઝર્સને iPhone લીધાના થોડા દિવસોમાં જ સ્ક્રેચ પડ્યા. યુઝર્સ અને રિવ્યુઅર્સે આ કન્ટ્રોવર્સીને સોશિયલ મીડિયા પર ‘સ્ક્રેચગેટ’ નામ આપ્યું. આ કન્ટ્રોવર્સી બાદ એપલે કહ્યું કે "આ થોડા ઘણાં સ્ક્રેચ સામાન્ય વાત છે. આ નાના સ્ક્રેચ તો કોઈ પણ ડિવાઇસ પર જોવા મળી શકે છે. આ સાથે જ મોબાઇલ પર જે લેયર છે એ ખૂબ જ ડ્યુરેબલ છે અને માઇક્રોહાર્ડનેસ માટે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડની જે ગાઇડલાઇન છે એના કરતાં ખૂબ જ સારું છે."