ભાટસણ CRCમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં પાંચ વિભાગમાં શ્રેષ્ઠ કૃતિઓની તાલુકા કક્ષા માટે પસંદગી થઈ અને શીલ્ડ-પ્રમાણપત્ર અપાયા.
ભાટસણ CRCમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં પાંચ વિભાગમાં શ્રેષ્ઠ કૃતિઓની તાલુકા કક્ષા માટે પસંદગી થઈ અને શીલ્ડ-પ્રમાણપત્ર અપાયા.
Published on: 26th September, 2025

વર્ષ 2025નું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન CRC ભાટસણ ખાતે યોજાયું, જેમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય મુકેશભાઈ શ્રીમાળી અધ્યક્ષ હતા. બીટ કેળવણી નિરીક્ષક રાજેશભાઈ પ્રજાપતિ અતિથિ વિશેષ હતા. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી, જેનું મૂલ્યાંકન મોહસીનભાઈ અને અન્ય શિક્ષકોએ કર્યું. કાર્યક્રમનું સંચાલન નિલેશ શ્રીમાળીએ કર્યું. તાલુકા કક્ષાએ પસંદ થયેલા વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. CRC કો-ઓર્ડિનેટર અંકિતભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આયોજન થયું.