વડોદરા: સાવલી નગરમાં ગણપતિ વિસર્જન અને ઇદે મિલાદ પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું.
વડોદરા: સાવલી નગરમાં ગણપતિ વિસર્જન અને ઇદે મિલાદ પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું.
Published on: 04th September, 2025

સાવલી નગરમાં ગણપતિ વિસર્જન અને ઇદે મિલાદ પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું, જેમાં પોલીસ વડા સુશીલ અગ્રવાલ, DYSP મિલન મોદી અને LCB PI સહિત પોલીસ સ્ટાફ જોડાયા. પોલીસે વિસર્જન રૂટ અને ઈદે મિલાદના સ્થળનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો આપ્યા.