“ફાગણ ફેરી”: પાલીતાણાથી બાંદ્રા માટે 01 માર્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, બુકિંગ આજથી શરૂ થશે.
“ફાગણ ફેરી”: પાલીતાણાથી બાંદ્રા માટે 01 માર્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, બુકિંગ આજથી શરૂ થશે.
Published on: 25th February, 2026

"ફાગણ ફેરી" નિમિત્તે પાલીતાણા જૈન મંદિરના શ્રદ્ધાળુઓ માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન દોડશે. ટ્રેન નંબર 09013 બાંદ્રાથી 28 ફેબ્રુઆરીએ 11:00 વાગ્યે ઉપડશે, જ્યારે 09014 પાલીતાણાથી 01 માર્ચે 15:00 વાગ્યે ઉપડશે. જેમાં સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપર કોચ ઉપલબ્ધ રહેશે. બુકિંગ IRCTC વેબસાઈટ પર 25 ફેબ્રુઆરીથી શરૂ થશે.