પાદરા: પૌરાણિક ચંડી ચામુંડા માતા મંદિરે ભાદરવી તેરસના મેળાની તૈયારીઓ ચાલી રહી છે.
પાદરા: પૌરાણિક ચંડી ચામુંડા માતા મંદિરે ભાદરવી તેરસના મેળાની તૈયારીઓ ચાલી રહી છે.
Published on: 04th September, 2025

પાદરાના સાંઢા ગામે ચંડી ચામુંડા માતાના મંદિરે ભાદરવી તેરસના મેળાની તૈયારીઓ થઈ રહી છે. વર્ષોથી ભરાતો આ મેળો ચોમાસામાં હોવા છતાં મેઘરાજા વિરામ લે છે. ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળે છે, ઘરે માલપૂડા બને છે, અને બાળકો રમકડાં ખરીદે છે. આ મેળામાં મજાતણ, લોલા જેવા આજુબાજુના ગામોના લોકો પણ ઉમટી પડે છે. મંદિરે પૂજા પાઠ અને હવન થાય છે.