મારી સોસાયટી મારી નવરાત્રિ: વડોદરાની ROSEDALE VATIKA સોસાયટીમાં માતાજીના નોરતાની ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવણી.
મારી સોસાયટી મારી નવરાત્રિ: વડોદરાની ROSEDALE VATIKA સોસાયટીમાં માતાજીના નોરતાની ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવણી.
Published on: 27th September, 2025

નવરાત્રિના પાંચમા નોરતે અટલાદરાની ROSEDALE VATIKA સોસાયટીમાં ભક્તિભાવથી ઉજવણી થઈ. સોસાયટીના રહીશોએ માતાજીની આરતી અને ગરબાની રમઝટથી મા અંબાની આરાધના કરી. નવરાત્રિનો ઉત્સાહ સોસાયટીના અબાલ વૃદ્ધમાં જોવા મળ્યો. ખેલૈયાઓએ રાસ-ગરબાની ધૂન પર ઉત્સાહ અને થનગનાટ સાથે ગરબે ઘૂમીને ભક્તિ અને આનંદનો માહોલ સર્જ્યો.