જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી, જય ગિરનારીના નાદથી ભવનાથ તળેટી ગુંજી ઉઠી.
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી, જય ગિરનારીના નાદથી ભવનાથ તળેટી ગુંજી ઉઠી.
Published on: 16th February, 2026

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે આશરે આઠ લાખ લોકોની ભીડ થઈ. સાધુ-સંતોની રવેડી અને તલવારબાજી જેવા કરતબોથી સૌ મંત્રમુગ્ધ થયા. ભવનાથ તળેટી જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠી. લોકો કલાકો સુધી સાધુ સંતોના દર્શન માટે બેસી રહ્યા હતા. મૃગી કુંડમાં સ્નાન સાથે મેળો પરિપૂર્ણ થયો.