ખેડબ્રહ્મા અંબિકા મંદિરે અધિક જેઠ પૂનમે ભવ્ય અન્નકૂટ.
ખેડબ્રહ્મા અંબિકા મંદિરે અધિક જેઠ પૂનમે ભવ્ય અન્નકૂટ.
Published on: 31st May, 2026

સાબરકાંઠાના ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે અધિક જેઠ પૂનમે ભક્તોનો મેળાવડો જામેલો જોવા મળ્યો હતો. માણસાના એક ભક્ત દ્વારા માતાજીને કમળ પર બિરાજમાન સ્વરૂપમાં અન્નકૂટ અર્પણ કરાયો હતો. રવિવારે આ વિશેષ પૂનમ હોવાથી ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સવારે 6:30 કલાકે યોજાયેલી મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. ભક્તોએ માતાજીના દર્શન કરીને કૃતાર્થતા અનુભવી હતી.