રમઝાન ઈદને લઇ જામનગર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.
રમઝાન ઈદને લઇ જામનગર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.
Published on: 21st March, 2026

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી નિમિત્તે જામનગર પોલીસ એક્શન મોડમાં છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વડાની સૂચનાથી સંવેદનશીલ વિસ્તારોમાં 'ફૂટ પેટ્રોલિંગ' યોજવામાં આવ્યું હતું. શંકર ટેકરી, કાલાવડ ગેટ જેવા વિસ્તારોમાં પોલીસ કાફલો ઉતર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવાનો આ પેટ્રોલિંગનો હેતુ છે.