ખેડબ્રહ્મા નજીક રામનગર પાસે જીપ-મારુતિવાન અકસ્માત.
ખેડબ્રહ્મા નજીક રામનગર પાસે જીપ-મારુતિવાન અકસ્માત.
Published on: 21st March, 2026

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક રામનગર પાટિયા પાસે આજે સવારે મારુતિ વાન અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત થયો. Van ચાલકને ઈજા થતાં, ટ્રાફિક પોલીસે તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યો. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક પૂર્વવત કરાયો. શનિવારે સવારે ટ્રાફિક મોબાઇલ સ્ટાફ હિંમતનગરથી ખેડબ્રહ્મા જઈ રહ્યો હતો ત્યારે માણેકનાથ મંદિર આગળ આ અકસ્માત સર્જાયો. પોલીસે પોલીસ સ્ટેશનને જાણ કરી.