પાટણ જિલ્લામાં રમઝાન ઈદની ઉજવણી: મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ભાઈચારાનો સંદેશ આપ્યો.
પાટણ જિલ્લામાં રમઝાન ઈદની ઉજવણી: મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ભાઈચારાનો સંદેશ આપ્યો.
Published on: 21st March, 2026

પાટણ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજે રમઝાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી. સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી. મૌલાના ઇમરાને ઈદનો સંદેશ પાઠવ્યો હતો અને સૌ ભારતીયોને શાંતિ તથા ભાઈચારાથી રહેવાની શીખ આપી હતી.