દાહોદમાં RSS ના શતાબ્દી વર્ષે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા.
દાહોદમાં RSS ના શતાબ્દી વર્ષે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા.
Published on: 24th February, 2026

દાહોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રામાનંદ પાર્ક ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. જેમાં મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, ભક્તજનો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા. શોભાયાત્રામાં કરાટે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ કરતબો રજૂ કર્યા અને સનરાઈઝ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ નાટ્યરૂપ પ્રસ્તુતિ આપી હિંદુ એકતાનો સંદેશ આપ્યો. મહામંડલેશ્વરજીએ સનાતન ધર્મ વિશે ઉદબોધન કર્યું અને વિદ્યાર્થીઓને આશીર્વાદ અપાયા. અંતે ભોજન પ્રસાદીનું આયોજન કરાયું.