પાટણમાં દિનેશભાઈએ પત્નીની યાદમાં પક્ષીઓ માટે કર્મભૂમિ સોસાયટીમાં ચબૂતરો બનાવ્યો.
પાટણમાં દિનેશભાઈએ પત્નીની યાદમાં પક્ષીઓ માટે કર્મભૂમિ સોસાયટીમાં ચબૂતરો બનાવ્યો.
Published on: 27th September, 2025

પાટણની કર્મભૂમિ સોસાયટીમાં દિનેશભાઈ પટેલે પત્નીની યાદમાં પક્ષીઓ માટે ચબૂતરો અને બે બાકડા અર્પણ કર્યા. મહેસાણા સ્થિત દિનેશભાઈ નવરાત્રિ દરમિયાન તેમના ભાઈને ત્યાં આવ્યા હતા ત્યારે તેમણે આ સેવા કરવાનો સંકલ્પ કર્યો. પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે લગાવ ધરાવતા દિનેશભાઈએ અગાઉ પણ અનેક સેવાકીય કાર્યો કર્યા છે. આ કાર્ય બદલ સોસાયટીના રહીશોએ તેમનું સન્માન કર્યું.