ધંધુકામાં 100 વર્ષ જૂની પરંપરાગત Palakhi Yatra ભવ્ય રીતે યોજાઈ.
ધંધુકામાં 100 વર્ષ જૂની પરંપરાગત Palakhi Yatra ભવ્ય રીતે યોજાઈ.
Published on: 04th September, 2025

ધંધુકા શહેરમાં જળઝીલણી અગિયારસના દિવસે ભવ્ય Palakhi Yatra નું આયોજન થયું. ભગવાનની Palakhi રામટેકરી મંદિરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી મંદિરે પરત આવી. શોભાયાત્રામાં સાધુ-સંતો, અખાડાના તલવારબાજી અને લાકડીના દાવ-પેચ આકર્ષણ રહ્યા. સમગ્ર યાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અનેક આગેવાનો યાત્રામાં જોડાયા હતા.