ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા નવા વર્ષની ધામધૂમથી ઉજવણી અને ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા.
ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા નવા વર્ષની ધામધૂમથી ઉજવણી અને ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા.
Published on: 21st March, 2026

ભાવનગરમાં સિંધી સમાજે ચેટીચંડની ધામધૂમથી ઉજવણી કરી. ભગવાન ઝુલેલાલના જન્મદિવસે ધાર્મિક કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ. જુદા જુદા વિસ્તારોમાં ઝુલેલાલ મંદિરોમાં ભંડારા પ્રસાદનું આયોજન કરાયું. સંત પ્રભારામ જલાશ્રમથી જુના બંદર સુધી શોભાયાત્રા નીકળી, જેમાં અખા સાહેબ, પલ્લવ સાહેબ, ધૂન સહિત વિધિ કરવામાં આવી. DJ અને ભક્તિના ભજનો સાથે સિંધી સમાજ મોટી સંખ્યામાં જોડાયો.