ભાદરવી પૂનમ મેળા માટે અંબાજી જતાં ભક્તોને ટ્રેનમાં વધારાના સ્ટોપેજની સુવિધા
ભાદરવી પૂનમ મેળા માટે અંબાજી જતાં ભક્તોને ટ્રેનમાં વધારાના સ્ટોપેજની સુવિધા
Published on: 19th September, 2026

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ ટ્રેનને નરોડા, હિંમતનગર, વડાલી, તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 09405 અને 09406 21 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી ચાર સ્ટેશન પર એક-એક મિનિટ રોકાશે. અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ ટ્રેનને પણ વોંઘ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યો છે. ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે સીધી ST બસ સેવા પણ શરૂ કરાઈ છે, જેથી ભક્તોને સરળતા રહેશે.