ટ્યુશનથી પરત ફરતી બાળકીનો પીછો કરનાર યુવક ઝડપાયો
ટ્યુશનથી પરત ફરતી બાળકીનો પીછો કરનાર યુવક ઝડપાયો
Published on: 20th September, 2026

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 7 વર્ષીય બાળકીનો ટ્યુશનથી ઘરે ફરતી વખતે પીછો કરી બિભત્સ ચેનચાળા કરનાર 22 વર્ષીય યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. બાળકીએ પરિવારને જાણ કરતાં સીસીટીવી ફૂટેજમાં આ શખસની કરતૂતો કેદ થઈ ગઈ હતી. પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી બિલાલ અલીહુસેન શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.