અમદાવાદ ફ્લાવર શો 2027 માટે 8 કરોડના ફૂલછોડ અને માટીની ખરીદી શરૂ
અમદાવાદ ફ્લાવર શો 2027 માટે 8 કરોડના ફૂલછોડ અને માટીની ખરીદી શરૂ
Published on: 20th September, 2026

અમદાવાદમાં આગામી ફ્લાવર શો 2027 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં વિવિધ સીઝનલ અને વિદેશી ફૂલછોડ, માટી, કાંપ, અને ગાર્ડનિંગ સામગ્રી માટે 8 કરોડ રૂપિયા ખર્ચાશે. વધતા ખર્ચ અને ઘટતી આવકને પહોંચી વળવા, આ વખતે શોમાં બાગાયત અને અર્બન ફાર્મિંગ સંબંધિત 50 કોમર્શિયલ સ્ટોલ ઊભા કરીને બિઝનેસ સમિટનું આયોજન કરાશે. આ એકમો દ્વારા નર્સરી બીજ, હાઈબ્રીડ બીજ વગેરેનું વેચાણ થશે, સાથે જ સેમિનાર અને કોન્ફરન્સ પણ યોજાશે.