ગેસ બિલના નામે અમદાવાદના વેપારી સાથે ₹10.12 લાખનો Cyber Fraud
ગેસ બિલના નામે અમદાવાદના વેપારી સાથે ₹10.12 લાખનો Cyber Fraud
Published on: 20th September, 2026

અમદાવાદ શહેરમાં ગેસ બિલ અપડેટ કરવાના બહાને સાયબર ફ્રોડનો સિલસિલો ચાલુ રહ્યો છે. તાજેતરમાં, વાસણાના એક મેન્યુફ્રેક્ચરિંગ વેપારી ₹10.12 લાખ ગુમાવી બેઠા. હેકરે WhatsApp પર ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપતો મેસેજ મોકલી, વેપારીને ઓનલાઈન બિલ ભરવા કહ્યું. વેપારીએ રકમ ભરી અને લિંક ખોલવાની ના પાડ્યા છતાં, હેકરે મોબાઈલનો એક્સેસ મેળવી જુદા-જુદા બેન્ક ખાતાઓમાંથી કુલ 10.12 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ ઘટના ફરી એકવાર સાયબર સુરક્ષા અંગે ચિંતા જગાવે છે.