ટેન્ડર મંજૂર પ્રક્રિયા 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે
ટેન્ડર મંજૂર પ્રક્રિયા 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે
Published on: 20th September, 2026

ગુજરાતમાં વિકાસ અને બાંધકામના કામો ઝડપી બનાવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે માર્ગ અને મકાન વિભાગના કામો માટે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે. આ પહેલાં 120 દિવસનો સમય લાગતો હતો. જે કામોમાં પૂર્વ પાત્રતા નથી, ત્યાં 51 દિવસમાં અને જ્યાં પૂર્વ પાત્રતા અને બે બીડ હોય, ત્યાં 66 દિવસમાં મંજૂરી મળશે. ટેન્ડર વેલિડિટી 120 થી ઘટાડી 90 દિવસ કરાઈ છે. વાટાઘાટો ટાળવા અને સમયમર્યાદાના પાલન પર ભાર મૂકાયો છે.