ભુજની 56 વર્ષ જૂની વોકળા ફળિયા ગરબી: એક બલ્બથી શરૂઆત, આજે સંસ્કૃતિની મિસાલ બની.
ભુજની 56 વર્ષ જૂની વોકળા ફળિયા ગરબી: એક બલ્બથી શરૂઆત, આજે સંસ્કૃતિની મિસાલ બની.
Published on: 27th September, 2025

ભુજ શહેરની વોકળા ફળિયા ગરબી 56 વર્ષથી નવદુર્ગાની આરાધના કરે છે. એક બલ્બથી શરૂ થયેલી આ ગરબી આજે ભવ્ય બની છે. 55 વર્ષ પહેલાં યુવાઓએ ભેગા મળીને નવરાત્રિની શરૂઆત કરી હતી. જેમાં રામલાલ ઠકકરે જણાવ્યું કે આજે સમગ્ર વિસ્તારને રંગબેરંગી લાઈટોથી શણગારી પરંપરાગત રીતે ગરબીમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી નવલા નોરતાની ભવ્ય રીતે ઉજવણી કરાય છે. જેમાં વાજિંત્ર કલાકાર ભટ્ટીભાઈ ઓર્ગન અને શૈલેષ જાની નોબત વગાડે છે.